જુલાસણ મમતા ડેની તાલુકા હેલ્થ ઓફિસરે મુલાકાત લીધી, પોરાનાશક કામગીરીનું ક્રોસચેકિંગ કરાયું
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ આજે જુલાસણ ગામ ખાતે યોજાયેલા મમતા ડે કાર્યક્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માતા અને બાળકના આરોગ્ય સંબંધિત સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગ દ્
જુલાસણ મમતા ડેની તાલુકા હેલ્થ ઓફિસરે મુલાકાત લીધી, પોરાનાશક કામગીરીનું ક્રોસચેકિંગ કરાયું


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ આજે જુલાસણ ગામ ખાતે યોજાયેલા મમતા ડે કાર્યક્રમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન માતા અને બાળકના આરોગ્ય સંબંધિત સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ જુલાસણ ગામમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે ચાલી રહેલી પોરાનાશક કામગીરીનું ક્રોસચેકિંગ કર્યું હતું. ગામમાં કરવામાં આવેલી લાર્વા નિયંત્રણ અને અન્ય નિવારક કામગીરીની ચકાસણી કરીને સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વરસાદી ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો સામે સાવચેતી રાખવા માટે કામગીરી વધુ અસરકારક રીતે ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત મમતા ડે અંતર્ગત ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ રહે અને ગામમાં સ્વચ્છતા તેમજ રોગચાળો નિયંત્રણની કામગીરી અસરકારક રીતે અમલમાં આવે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું. આ મુલાકાત દરમિયાન આરોગ્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande