બોરીયાવી ગામે ખેડૂતો માટે તાલીમ યોજાઈ, માટી પરીક્ષણ, ફાર્મર રજિસ્ટ્રી અને SSR દિવેલા સહાય અંગે અપાઈ માહિતી
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના બોરીયાવી ગામ ખાતે કૃષિ વિભાગના વિસ્તરણ સ્ટાફ દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામ
to


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના બોરીયાવી ગામ ખાતે કૃષિ વિભાગના વિસ્તરણ સ્ટાફ દ્વારા ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી અને સરકારની વિવિધ કૃષિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તાલીમમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે માટીનો નમૂનો યોગ્ય રીતે કેવી રીતે લેવો, તેની વૈજ્ઞાનિક પદ્ધતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા, તેના લાભો અને નોંધણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, જેથી તેઓ સરકારની વિવિધ કૃષિ સહાય યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે.

કાર્યક્રમ દરમિયાન SSR દિવેલા વિતરણ યોજના હેઠળ મળતી સહાય, અરજી પ્રક્રિયા, પાત્રતા અને યોજનાના લાભો અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિસ્તરણ સ્ટાફે ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમમાં ઉપસ્થિત ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા તેમજ સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રકારના તાલીમ કાર્યક્રમોથી ખેડૂતોમાં જાગૃતિ વધશે, વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે અને સરકારી યોજનાઓનો લાભ વધુ અસરકારક રીતે ખેડૂતો સુધી પહોંચશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande