ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ અંતર્ગત મહેસાણા અને જોટાણાના ખાતર ડીલરોને તાલીમ અપાઈ
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) કૃષિ વિભાગ દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ (FFS) અંતર્ગત મહેસાણા અને જોટાણા તાલુકાના ખાતર વિક્રેતા ડીલરો માટે ખેડૂત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ખાતર વિતરણ
ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ અંતર્ગત મહેસાણા અને જોટાણાના ખાતર ડીલરોને તાલીમ અપાઈ


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) કૃષિ વિભાગ દ્વારા ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ (FFS) અંતર્ગત મહેસાણા અને જોટાણા તાલુકાના ખાતર વિક્રેતા ડીલરો માટે ખેડૂત તાલીમ કેન્દ્ર, મહેસાણા ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં ખાતર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે આ તાલીમ યોજાઈ હતી.

કાર્યક્રમ દરમિયાન ખાતર ડીલરોને નવી FFS પદ્ધતિના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓનલાઈન ખાતર બુકિંગ, સિસ્ટમમાં ઉપલબ્ધ લાઈવ સ્ટોકની માહિતી, વેરિફિકેશન પ્રક્રિયા તેમજ ખેડૂતોને નિયમો અનુસાર ખાતરનું પારદર્શક વિતરણ કેવી રીતે કરવું તે અંગે ટેકનિકલ સમજ આપવામાં આવી હતી.

નવી ડિજિટલ વ્યવસ્થાથી ખાતર વિતરણ પ્રક્રિયા વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનશે તેમજ ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહેશે.

તાલીમ દરમિયાન ડીલરોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને નવી સિસ્ટમના સફળ અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે FFS પદ્ધતિના અમલથી ખાતર વિતરણમાં પારદર્શિતા વધશે, ગેરરીતિઓ પર નિયંત્રણ આવશે અને ખેડૂતોને સરળ, ઝડપી તથા વિશ્વસનીય સેવા મળી રહેશે. મહેસાણા અને જોટાણા તાલુકાના તમામ ખાતર વિક્રેતા ડીલરોએ તાલીમમાં હાજરી આપી નવી વ્યવસ્થા અંગે માહિતી મેળવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande