મેઘાઆલિયાસના ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ, ખેડૂતોને બિન-ઝેરી ખેતી અપનાવવા કરાયું માર્ગદર્શન
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના મેઘાઆલિયાસના ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના પાંચેય મુખ્ય આયામો અંગે વિસ્તૃત માહિતી આપી હત
મેઘાઆલિયાસના ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ, ખેડૂતોને બિન-ઝેરી ખેતી અપનાવવા કરાયું માર્ગદર્શન


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના મેઘાઆલિયાસના ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃત કરવા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના પાંચેય મુખ્ય આયામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા પર પડતી અસર તેમજ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

તાલીમમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ઉર્વરાશક્તિ જાળવવા, ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને બિન-ઝેરી તેમજ ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદન મેળવવાના વિવિધ ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ ખેડૂતોની આવકમાં વધારો અને ટકાઉ કૃષિ વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના જવાબ આપી પ્રાયોગિક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. રશ્મિકાંત ગુર્જર, પ્રગતિશીલ ખેડૂત વીરાભાઈ, ગ્રામસેવક આશાબેન તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના તાલુકા મહેસાણા બોર્ડ સ્ટાફના દર્શનભાઈ અને જાગૃતિબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. આ પ્રકારની તાલીમથી ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધશે અને ટકાઉ ખેતીને વધુ પ્રોત્સાહન મળશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande