ખેરાલુમાં નવી FFS પદ્ધતિ અંગે તાલીમ, ઓનલાઈન ખાતર બુકિંગ અને પારદર્શક વિતરણ પર અપાયું માર્ગદર્શન
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) ખેરાલુ તેલીબિયાં ઉત્પાદક સહકારી મંડળી ખાતે નવી FFS (Framework for Fertilizer Sale) પદ્ધતિ અંગે તાલુકા કક્ષાની વિસ્તૃત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા ખેતીવાડી અધિકારી એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલી
ખેરાલુમાં નવી FFS પદ્ધતિ અંગે તાલીમ, ઓનલાઈન ખાતર બુકિંગ અને પારદર્શક વિતરણ પર અપાયું માર્ગદર્શન


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) ખેરાલુ તેલીબિયાં ઉત્પાદક સહકારી મંડળી ખાતે નવી FFS (Framework for Fertilizer Sale) પદ્ધતિ અંગે તાલુકા કક્ષાની વિસ્તૃત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા ખેતીવાડી અધિકારી એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ તાલીમનો મુખ્ય હેતુ આગામી સમયમાં શરૂ થનારી ખાતર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, સુવ્યવસ્થિત અને ખેડૂતોને અનુકૂળ બનાવવાનો હતો.

તાલીમ દરમિયાન ખેડૂતોને મોબાઇલ એપ્લિકેશન મારફતે ઓનલાઈન ખાતર બુકિંગ કરવાની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સાથે જ ખાતરના ડીલરોને સિસ્ટમમાં ઉપલબ્ધ લાઈવ સ્ટોકના આધારે વેરિફિકેશન કરીને ખાતરનું વિતરણ કેવી રીતે કરવું તેની ટેકનિકલ સમજ પણ આપવામાં આવી હતી. નવી ડિજિટલ પદ્ધતિ અમલમાં આવતાં ખાતર વિતરણમાં ઝડપ, પારદર્શિતા અને સરળતા વધશે તેમજ ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

તાલીમમાં વિસ્તરણ અધિકારીઓ, ગ્રામસેવકો, રાસાયણિક ખાતરના વિક્રેતાઓ, સેવા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, IFFCO, GSFC તેમજ તાલુકાના વિવિધ એગ્રો સેન્ટરના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિતોને નવી FFS સિસ્ટમના અમલીકરણ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી આગામી ખાતર વિતરણ દરમિયાન કોઈ મુશ્કેલી ન સર્જાય. કૃષિ વિભાગની આ પહેલથી ખાતર વિતરણ પ્રક્રિયા વધુ અસરકારક બનશે અને ખેડૂતોને ડિજિટલ સેવાઓનો સીધો લાભ મળી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande