મહેસાણા મહાનગરપાલિકાએ ઘન કચરાના વર્ગીકરણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવી
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા માટે નાગરિકોમાં ઘન કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત નાગરિકોને ઘરેથી જ કચરાનું ચાર પ્રકારમાં યોગ્ય રીતે વર
મહેસાણા મહાનગરપાલિકાએ ઘન કચરાના વર્ગીકરણ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવી


મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા માટે નાગરિકોમાં ઘન કચરાના યોગ્ય વર્ગીકરણ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત નાગરિકોને ઘરેથી જ કચરાનું ચાર પ્રકારમાં યોગ્ય રીતે વર્ગીકરણ કરવાની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાએ ભીનો કચરો, સૂકો કચરો, ઘરગથ્થુ જોખમી કચરો અને સેનિટરી કચરો એમ ચાર પ્રકારના ઘન કચરાને અલગ-અલગ એકત્ર કરવાની પદ્ધતિ સમજાવી હતી. કચરાનું સ્ત્રોત પર જ યોગ્ય વર્ગીકરણ કરવામાં આવે તો તેના વૈજ્ઞાનિક નિકાલમાં સરળતા રહે છે, રિસાયક્લિંગને પ્રોત્સાહન મળે છે અને શહેરમાં સ્વચ્છતા જાળવવામાં મદદ મળે છે.

અભિયાન દરમિયાન નાગરિકોને રોજિંદા જીવનમાં કચરાનું યોગ્ય સંચાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે દરેક પરિવાર ઘરેથી જ કચરાનું યોગ્ય વર્ગીકરણ કરશે તો શહેરને સ્વચ્છ રાખવાના પ્રયાસોને વધુ બળ મળશે. નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બની સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર મહેસાણાના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande