
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) કડી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. બ્રિજેશ પ્રજાપતિએ આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) જુલાસણની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન જુલાસણ અને નારોલા ડેલિકેટ વિસ્તારના આરોગ્ય સંબંધિત પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસરે બંને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે ઉપલબ્ધ બને તે માટે જરૂરી મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓને સમયસર સારવાર, વિવિધ આરોગ્ય યોજનાઓના અમલીકરણ તેમજ સ્થાનિક સ્તરે ઉભી થતી આરોગ્ય સમસ્યાઓ અંગે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા, નાગરિકોને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ જરૂરી સુવિધાઓ અંગે યોગ્ય આયોજન કરવા સૂચનો આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બને અને લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સતત મોનિટરિંગ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
આ મુલાકાતથી જુલાસણ અને નારોલા વિસ્તારની આરોગ્ય સેવાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ સ્થાનિક સ્તરે ઊભા થતા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જરૂરી આયોજનને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR