
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) કડી ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ (SDH)ની આજે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. પ્રવીણ પટેલ, જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી (RCHO) ડૉ. વિજય પટેલ તેમજ ક્વોલિટી મેડિકલ ઓફિસર (QMO) ડૉ. હાર્દિક અમીને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન હોસ્પિટલની વિવિધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
અધિકારીઓએ હોસ્પિટલમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) સંદર્ભે તૈયાર કરાયેલી ચેકલિસ્ટ મુજબ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી મુદ્દાઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત હોસ્પિટલના સ્ટાફને IHIP (Integrated Health Information Platform) પોર્ટલના અસરકારક ઉપયોગ, સમયસર ડેટા એન્ટ્રી અને રોગચાળાના રિપોર્ટિંગ અંગે ઓન-જોબ તાલીમ આપવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા, રોગચાળાના કેસોની સમયસર નોંધણી અને ચોક્કસ રિપોર્ટિંગ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ સ્ટાફને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા અને આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચના આપી હતી.
આ મુલાકાત દરમિયાન હોસ્પિટલની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR