દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ
સુરત, 22 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં એકવાર ફરી મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન નાઉકાસ્ટ ચેતવણી હેઠળ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અસર સ
सूरत के पलसाणा में 4 घंटे में 3 इंच वर्षा


સુરત, 22 જુલાઈ (હિ.સ.) : ગુજરાતમાં એકવાર ફરી મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન નાઉકાસ્ટ ચેતવણી હેઠળ દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અસર સુરત જિલ્લાના પલસાણામાં જોવા મળી, જ્યાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન માત્ર ચાર કલાકમાં અંદાજે 3 ઈંચ વરસાદ નોંધાયો.

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

વરસાદના આંકડા મુજબ:

બારડોલી (સુરત): 5.39 ઈંચ

પલસાણા (સુરત): 4.69 ઈંચ

સુરત શહેર: 4.25 ઈંચ

ડોલવણ (તાપી): 3.90 ઈંચ

ઉકાઈ: 3.03 ઈંચ

આ ઉપરાંત વડોદરા, આણંદ, ભરુચ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદને કારણે અનેક નદી-નાળા છલકાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન વિભાગે લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande