સુરત મનપા તંત્રવાહકોએ નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી
સુરત, 22 જુલાઈ (હિ.સ.) સુરતમાં સતત વરસાદ અને ભારે વરસાદના રેડ એલર્ટ દરમિયાન મેયર મતી માયાબેન માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને કોર્પોરેટરોએ ઉધના વિસ્તારના પ્રમુખ પાર્ક, અઠવા ઝોન તેમજ આઝાદનગર–રસુલાબાદના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત
Surat


સુરત, 22 જુલાઈ (હિ.સ.) સુરતમાં સતત વરસાદ અને ભારે વરસાદના રેડ એલર્ટ દરમિયાન મેયર મતી માયાબેન માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને કોર્પોરેટરોએ ઉધના વિસ્તારના પ્રમુખ પાર્ક, અઠવા ઝોન તેમજ આઝાદનગર–રસુલાબાદના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત અને જરૂરી કામગીરી, અસરગ્રસ્ત નાગરિકોને ઝડપભેર શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવાની માટે સૂચનાઓ આપી હતી.

મ્યુ. કમિશનર એમ. નાગરાજને પણ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉધના ઝોનમાં ઉધના-સચિન મેઈન રોડ, ભેદવાડ ખાડી, પ્રમુખ પાર્ક અને ચોસઠ જોગણી માતા મંદિર વિસ્તાર તેમજ અઠવા ઝોનમાં ભીમરાડ મેટ્રો સ્ટેશન રોડ અને ખાટુશ્યામ મંદિર રોડની મુલાકાત લીધી હતી અને સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા તંત્રની સજ્જતા ચકાસી હતી. તેમણે અધિકારીઓને જરૂરી સૂચનો કરી પરિસ્થિતિની સ્થળ પર જ સમીક્ષા કરી હતે. ખાસ કરીને મનપાના અધિકારીઓને ફિલ્ડમાં સતત હાજર રહી વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવા તેમજ જરૂરી રાહત અને બચાવ કામગીરી ત્વરિત, અસરકારક અને સુનિશ્ચિત રીતે હાથ ધરવા તાકીદ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande