જામનગર શહેરમાં ડુપ્લીકેટ 'સાબળે બીડી'નું વેચાણ કરતા બે શખ્સો ઝડપાયા
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરમાં અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ''સાબળે બીડી''નું વેચાણ કરી ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી રૂ. 79,500ની કિંમતના ડુપ્લીકે
ડુપ્લીકેટ બીડી


જામનગર, 22 જુલાઈ (હિ.સ.) :

જામનગર શહેરમાં અસલી બ્રાન્ડના નામે ડુપ્લીકેટ 'સાબળે બીડી'નું વેચાણ કરી ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સોને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી રૂ. 79,500ની કિંમતના ડુપ્લીકેટ બીડીના ૨૬૫ પેકેટ જપ્ત કર્યા છે.

એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, વિજયભાઈ કારેણ અને જયેશભાઈ પઢેરીયાને બાતમી મળી હતી કે અમિતભાઈ મહેશભાઈ વશિયર અને અફઝલ અબ્દુલભાઈ કુરેશી અફઝલના રહેણાંક મકાન પાસે ડુપ્લીકેટ 'સાબળે બીડી'નું વેચાણ કરી રહ્યા છે. જે બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે સાબળે બીડી કંપનીના મેનેજર ઘનશ્યામભાઈ ત્રિભુવનદાસ પોબારૂને સાથે રાખી દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન સસ્તી અને હલકી ગુણવત્તાની નકલી બીડીઓને અસલી કંપનીના પેકિંગમાં વેચવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.આરોપીઓ રિટેઇલરો, ડિસ્ટ્રિબ્યુટરો, પાન-મસાલાની દુકાનના સંચાલકો તથા ગ્રાહકોને અસલી બીડી હોવાનું જણાવી ડુપ્લીકેટ માલ વેચીને છેતરપિંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પોલીસે જડેશ્વર પાર્ક, શેરી નંબર-૩માં રહેતા અમિતભાઈ મહેશભાઈ વશિયર અને ગુજરાતી વાડ વિસ્તારમાં રહેતા અફઝલ અબ્દુલભાઈ કુરેશીની ધરપકડ કરી છે.બંને આરોપીઓ સામે જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 345(3), 347(1), 349, 54 તથા કોપીરાઇટ એક્ટની કલમ ૬૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કાર્યવાહી જામનગર જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. વી.બી. ચૌધરી, પી.એસ.આઈ. એલ.એમ. ઝાલા, પી.એસ.આઈ. એ.વી. ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande