વડોદરાના રાત્રી બજારમાં બે જૂથ વચ્ચે બબાલ, ખુરશીઓથી હુમલાનો વીડિયો વાયરલ
વડોદરા, 22 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના રાત્રી બજારમાં બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકીને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં
બે જૂથ વચ્ચે અથડામણ


બે જૂથ વચ્ચે અથડામણ


વડોદરા, 22 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના રાત્રી બજારમાં બે જૂથો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકીને હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વડોદરાના રાત્રી બજારમાં સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. જોતા જોતામાં મામલો મારામારી સુધી પહોંચતા બંને પક્ષના લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. ઝઘડા દરમિયાન એકબીજા પર ખુરશીઓ ફેંકીને હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટનાએ રાત્રી બજારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે. જાહેર સ્થળે થયેલી આ હિંસક અથડામણને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. વાયરલ વીડિયો તેમજ અન્ય પુરાવાઓના આધારે સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande