
પાટણ, 22 જુલાઈ (હિ.સ.) : રાધનપુર પોલીસ લાઈનમાં અષાઢ માસ નિમિત્તે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો.
પ્રખ્યાત કથાકાર મહેશ મોરારીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના પ્રસંગોનું સરળ અને આધ્યાત્મિક રીતે વર્ણન કર્યું હતું. કથા દરમિયાન ધર્મ, સંસ્કાર, સદાચાર અને માનવ જીવનના મૂલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
ભજન-કીર્તન સાથે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી પોલીસ પરિવાર અને સ્થાનિક ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિ તથા સકારાત્મક ઊર્જાનો સંચાર થયો હતો. ઉપસ્થિત લોકોએ શ્રીમદ્ ભાગવત કથાના આ પાવન આયોજનને ભાવભેર વધાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ