વીંઝરાણા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : વીંઝરાણા નજીક કારમાં વિદેશી દારૂની 180 બોટલ સાથે યુવાન ઝડપાયો હતો. પાલખડા ગામના શખ્સની ધરપકડ કરી બગવદર પોલીસે 4 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મદદગારીમાં રાણપરના ઇસમનું નામ ખૂલતા તેની સામે પણ ગુન્હો નોંધાયો છે
વીંઝરાણા નજીક કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.


પોરબંદર, 22 જુલાઈ (હિ.સ.) : વીંઝરાણા નજીક કારમાં વિદેશી દારૂની 180 બોટલ સાથે યુવાન ઝડપાયો હતો.

પાલખડા ગામના શખ્સની ધરપકડ કરી બગવદર પોલીસે 4 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મદદગારીમાં રાણપરના ઇસમનું નામ ખૂલતા તેની સામે પણ ગુન્હો નોંધાયો છે .તે ઉપરાંત જિલ્લામાં હજારો રૂપિયાનો દેશી દારૂ મળી આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા જૂનાગઢ રેન્જ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ગ્રામ્ય વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સૂચના આપેલ હોય જે અન્વયે બગવદર પોલીસ સ્ટેશનના આર.એ. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ. એચ.ડી. સીસોદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઇશ્વરસિંહ ગંભીરસિંહ ગોહેલને તાત્કાલીક બાતમી હકીકત આધારે વીંઝરાણા પાટીયાથી હ્યુન્ડાઇ કંપનીની સીલ્વર કલર આઇ -20ની કાર નો હકીકત આધારે પીછો કરી પકડી ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા રેઈડ દરમ્યાન આઇ 20 કારના ચાલકને પકડી લઇ ચાર્લી રીઝર્વ વ્હીસ્કી 750 એમ.એલ. બોટલ નંગ 69, કિ.રૂ. 69,000, ઓલ્ડ હેબીટ વ્હીસ્કી 750એમ.એલ. બોટલ નંગ 111 કિ. રૂા. 11,000, કુલ કિ. 1,80,000અને હુન્ડાઈ કાર કિંમત રૂા.3લાખ ,કુલ

4,85,000નો મુદ્દામાલ મળતા પ્રોહીબીશન એકટની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરી બગવદર પોલીસ સ્ટાફ દ્વારા પ્રશંસનીય કામગીરી કરેલ છે.

પોલીસે પકડાયેલા ઇસમ બાવન શામળાની પૂછપરછ કરતા વિદેશી દારૂની આ હેરાફેરીમાં ભાણવડ નજીક રાણપર ગામના સાગર બાવાજી નામના ઇસમની પણ સંડોવણી હોવાનું કબુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande