
નવસારી, 22 જુલાઈ (હિ.સ.) : નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોળાંઆંબા ગામેથી ધરમપુર તરફ જવાના માર્ગ પર સાવચેતીના ભાગરૂપે બેરીકેડ્સ ગોઠવવામાં આવ્યા છે. આ બેરીકેડ્સ ગઈકાલે સાંજથી કાર્યરત કરવામાં આવ્યા છે.
મોળાંઆંબાથી બોપી તરફ જતા માર્ગ પર વાહનોની અવરજવરનું નિયમન તેમજ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પોલીસ તથા હોમગાર્ડના જવાનોને સતત ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે સ્થળ પર ગોઠવવામાં આવેલી વ્યવસ્થાને સહકાર આપે, પોલીસ તંત્રની સૂચનાઓનું પાલન કરે અને જરૂરી ન હોય તો આ માર્ગ પર મુસાફરી કરવાનું ટાળે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે