કરજણ ડેમમાં પાણીની ભારે આવક, બપોરે 12 વાગ્યાથી 30 હજાર ક્યુસેક્સ પાણી છોડાશે
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. ડેમનું જળસ્તર રૂલ લેવલની નજીક પહોંચતા તંત્રએ બપોરે 12 વાગ્યાથી ડેમના ગેટ ખોલી કરજણ નદીમાં તબક્કાવાર 30 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનો નિર્ણય
ડેમ નું પાણી


ડેમ નું પાણી


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. ડેમનું જળસ્તર રૂલ લેવલની નજીક પહોંચતા તંત્રએ બપોરે 12 વાગ્યાથી ડેમના ગેટ ખોલી કરજણ નદીમાં તબક્કાવાર 30 હજાર ક્યુસેક્સ પાણી છોડવાનો નિર્ણય કર્યો છે.

કરજણ ડેમના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.

આજે સવારે 10:00 વાગ્યાની સ્થિતિ મુજબ, ડેમનું જળસ્તર 104.95 મીટર નોંધાયું છે, જ્યારે ડેમમાં 92,993 ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે.

ડેમનું રૂલ લેવલ 106.31 મીટર જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે બપોરે 12:00 વાગ્યાથી ડેમના ગેટ ખોલી તબક્કાવાર આશરે 30,000 ક્યુસેક્સ પાણી કરજણ નદીમાં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયને પગલે કરજણ નદીના કાંઠાના ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા, તેમજ પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા સૂચના આપવામાં આવી છે.

તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ આગળના નિર્ણયો લેવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande