આજવા રોડ પર પિકઅપમાં ઘૂસ્યો 6 ફૂટનો ધામણ સાપ, થોડા સમય માટે ટ્રાફિક જામ
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરાના આજવા રોડ પર આજે એક અનોખી ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુનિતનગર સામે પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડીમાં આશરે 5થી 6 ફૂટ લાંબો ધામણ સાપ ઘૂસી જતાં વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિ
સાપ


સાપ


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) વડોદરાના આજવા રોડ પર આજે એક અનોખી ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુનિતનગર સામે પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડીમાં આશરે 5થી 6 ફૂટ લાંબો ધામણ સાપ ઘૂસી જતાં વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો.

વડોદરા શહેરના આજવા રોડ પર પુનિતનગર સામે પસાર થઈ રહેલી એક પિકઅપ ગાડીમાં અચાનક આશરે 5થી 6 ફૂટ લાંબો ધામણ સાપ ઘૂસી ગયો હતો.

સાપ દેખાતાં વાહનચાલક અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં સ્નેક રેસ્ક્યુઅર યશ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જરૂરી સાવચેતી રાખીને પિકઅપ વાહનની તપાસ કરી અને ધામણ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું.

રેસ્ક્યૂ બાદ સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર, સુરક્ષિત રીતે પકડી કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

સાપને સુરક્ષિત રીતે હટાવ્યા બાદ ટ્રાફિક ફરી સામાન્ય બન્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ધામણ સાપ બિનઝેરી હોય છે અને સામાન્ય રીતે માણસો પર હુમલો કરતો નથી, તેમ છતાં આવા સંજોગોમાં લોકો પોતે પ્રયાસ કરવાને બદલે સ્નેક રેસ્ક્યુઅર અથવા વન વિભાગને જાણ કરે તે વધુ સુરક્ષિત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande