પોરબંદરના બે શખ્સો સામે પાસાની કાર્યવાહી.
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે જિલ્લા પોલીસની દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા (P.A.S.A.) હેઠળ કાર્યવાહીનો આદેશ આપતાં બંનેને અલગ-અલગ જેલમાં મોકલી આ
પોરબંદરના બે  શખ્સો સામે પાસાની કાર્યવાહી.


પોરબંદરના બે  શખ્સો સામે પાસાની કાર્યવાહી.


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે જિલ્લા પોલીસની દરખાસ્તના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા (P.A.S.A.) હેઠળ કાર્યવાહીનો આદેશ આપતાં બંનેને અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓમાં દેસુર દેવાભાઈ કોડિયાતર (ઉ.વ. 27), રહે. વીંઝરાણા ગામ, તા. પોરબંદર તથા પરબતભાઈ રામભાઈ મોઢવાડિયા (ઉ.વ. 27), રહે. કાંટેલા ગામ, શ્રીનગર ચોકડી પાસે, તા. પોરબંદરનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ દેસુર દેવાભાઈ કોડિયાતર ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલો હતો. તેની સામે પાસાની દરખાસ્ત મંજૂર થતાં તેને અમદાવાદ જેલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે પરબતભાઈ રામભાઈ મોઢવાડિયા સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાઓને આધારે પાસાની કાર્યવાહી કરી તેને સુરત જેલ ખાતે અટકાયતમાં મોકલવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ વા. જી. માથકુીયા, એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર. કે. કાંબરીયા તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande