

અંબાજી, 23 જુલાઈ (હિ. સ.) : ગુજરાત માં ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે અંબાજી દાંતા હડાદ પંથકમાં છેલ્લા દોઢ એક
માસ થી વરસાદ ખેંચાતા લોકો ચિંતીત બન્યા છે. આ વિસ્તારમાં નદીનાળા પણ સુખભટ્ટ
પડ્યાં છે ને હેડપંપ તેમજ કુવાઓના તળ પણ નીચે જતાં ખેડુતો ચિંતીત બન્યાં છે. હાલ
તબક્કા વરસાદની રાહ જોતા ખેડુતો ખેતર માં ખેડ કરતાં જોવા મળી રહ્યા છે ને ચાતક
નજરે વરસાદની રાહ જોવાઇ રહી છે. ત્યારે લોકોની આ ચિંતીત પરીસ્થીતીમાં અંબાજી
મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને અંબાજી જ્ઞાગનીક વિપ્ર મંડળ ના 50 જેટલાં બ્રાહ્મણો દ્વારા અંબાજી મંદિર
ચાચરચોક ની જ્ઞન શાળા માં એક નહીં પણ એક સાથે 9 કુંડી પરજન્ય યગ્ન યોજવામાં આવ્યુ છે.
ને આ વિસ્તારમાં વરસાદ વર્ષે તેને લઇ વરુણ દેવને ઇન્દ્રદેવ ને મનાવવા આહુતીઓ
અપાઇ રહી છે.
તેમાં પણ ખાસ કરી ને બ્રાહ્મણો પાણીના ભરેલાં તપેલામાં બેસીને
આહુતી આપી રહ્યા છે. માનવામાં આવે છે કે અર્ક કાસ્ટ એટલેકે આકડાની લાકડી તેમજ
નેતરની લાકડી સહીત અનેક ધાર્મીક કાસ્ટ ની 51000 જેટલી વિશેષ આહુતીઓ આપી વરૂણ દેવને
રીજવવા પ્રાર્થના કરવામાં આવી રહી હોવાનું અધિક કલેક્ટર કૌશિક મોદી એ જણાવ્યું
હતું. જેમાં અંબાજી સંસ્કૃર્ત પાઠશાળાના ભુદેવો પણ આ પ્રક્રીયા માં જોડાયા હતા.
ત્યારે આજ ના દિવસે અંબાજી મંદિરની આ જ્ઞન શાળામાં અન્ય કોઇ પણ જાત ના હોમહવન
બંધ રાખી એક માત્ર નવકુંડી પરજન્ય જ્ઞન નું આયોજન કરવામાં આવ્યા હોવાનું યાજ્ઞિક
વિપ્ર મંડળ ના પ્રમુખ દિનેશ મહેતાએ જણાવ્યું હતું.
આ પરજન્ય જ્ઞનની ફળ સ્તુતી ના ભાગ રૂપે અંબાજીમાં કાળા વાદળો ઘેરાયા હતા અને સાથે હળવાં વરસાદી ઝાપટા પણ
પડ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ