અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે ફરી ભુવો, પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ
વડોદરા, 23 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં ફરી એકવાર રસ્તા પર ભુવો પડવાની ઘટના સામે આવી છે. અકોટા બ્રિજ ચાર રસ્તા નજીક અચાનક રસ્તો ધસી જતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અગાઉ પણ આ જ વિસ્તારમાં આવી ઘટના બની હોવા છતાં કાયમી ઉકેલ ન આવતાં હવે મહા
ભુવો


વડોદરા, 23 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં ફરી એકવાર રસ્તા પર ભુવો પડવાની ઘટના સામે આવી છે. અકોટા બ્રિજ ચાર રસ્તા નજીક અચાનક રસ્તો ધસી જતાં વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અગાઉ પણ આ જ વિસ્તારમાં આવી ઘટના બની હોવા છતાં કાયમી ઉકેલ ન આવતાં હવે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ સ્થળ શહેરના વ્યસ્ત માર્ગોમાંનું એક હોવાથી ભુવો પડતાં વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મહત્વની બાબત એ છે કે આ જ સ્થળની આસપાસ અગાઉ પણ ભુવો પડ્યો હતો. તેમ છતાં કાયમી સમારકામ ન થતાં ફરી આવી ઘટના બનતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિસ્તારને બેરિકેડ કરીને સમારકામની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિકોએ વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી તે અંગે સવાલો ઉઠાવ્યા છે.

સ્થાનિકોની માંગ છે કે માત્ર તાત્કાલિક સમારકામ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારની તકનીકી તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande