અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના બીજા રાઉન્ડમાં અનેક વિસ્તારો જળબંબાકાર તંત્રના પાપે પ્રજા પરેશાન
પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા રાહદારીઓ, શાળાના બાળકો અને વાહનચાલકો અટવાયા નોટિફાઇડ એરિયા અને એઆઈએની નિષ્ક્રિયતા સામે લોકરોષ ભરૂચ 23 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોમાસાની શરૂઆત બાદ આ બીજા રાઉન્ડમાં જ સ્થાનિક નોટિફાઇડ એરિયા ઓથોરિટી
અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના બીજા રાઉન્ડમાં અનેક વિસ્તારો જળબંબાકાર તંત્રના પાપે પ્રજા પરેશાન


અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના બીજા રાઉન્ડમાં અનેક વિસ્તારો જળબંબાકાર તંત્રના પાપે પ્રજા પરેશાન


અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદના બીજા રાઉન્ડમાં અનેક વિસ્તારો જળબંબાકાર તંત્રના પાપે પ્રજા પરેશાન


પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા

રાહદારીઓ, શાળાના બાળકો અને વાહનચાલકો અટવાયા

નોટિફાઇડ એરિયા અને એઆઈએની નિષ્ક્રિયતા સામે લોકરોષ

ભરૂચ 23 જુલાઈ (હિ.સ.)

અંકલેશ્વર જીઆઈડીસીમાં ચોમાસાની શરૂઆત બાદ આ બીજા રાઉન્ડમાં જ સ્થાનિક નોટિફાઇડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલા પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓનો ફિયાસ્કો થઈ ગયો છે.પૂર્વ-તૈયારીઓના અભાવે અને તંત્રની ભારે બેદરકારીના કારણે પ્રથમ રાઉન્ડના વરસાદમાં ચારેય તરફ પાણી ભરાઈ જવાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.તેમાંથી કોઈ બોધપાઠ નહીં લેતા વરસાદના બીજા રાઉન્ડમાં જીઆઈડીસીના કેટલાય વિસ્તારોમાં રસ્તા ઉપર ફરી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી ભરાયા એજ વિસ્તારોમાં વરસાદી પાણી.યોગ્ય વરસાદી પાણી નિકાલનું વ્યવસ્થાપન નહીં થયું હોવાથી આ સમસ્યા અવાર નવાર સર્જાય છે.રાહદારીઓ, શાળાના બાળકો અને વાહન ચાલકો અટવાયા હતા.નોટીફાઈડ એરિયા અને એઆઈએની પ્રીમોન્સૂન કામગીરીના ઉડ્યા છે ધજાગરા .પહેલા રાઉન્ડમાં પાણી ભરાયા તો પણ કામગીરી નહીં કરતા ફરી એજ પરિસ્થિતિ સર્જાય છે.

અગાઉ પડેલા વરસાદના પ્રથમ તબક્કામાં જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા તેમાંથી કોઈ સબક લેવામાં આવ્યો ન હતો. ગટર અને નાળાઓની યોગ્ય સફાઈ કે નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતાં, ફરી એકવાર એ જ કટોકટીભરી પરિસ્થિતિનું પુનરાવર્તન થયું છે. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે પ્રી-મોન્સૂન કામગીરી સંપૂર્ણપણે કાગળ પર જ રહી ગઈ હોય તેવા ધજાગરા ઉડ્યા છે.

વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે અંકલેશ્વર જીઆઈડીસીના મુખ્ય અને આંતરિક વિસ્તારો જેવા કે

ગટુ ચોકડી ,સરદાર પાર્ક ,કાપોદ્રા પાટીયા ,જલધારા ચોકડી ,જીઆઈએલ કોલોની આ તમામ મુખ્ય ચોકડીઓ ઉપરાંત અંદરના અનેક રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

જનજીવન અસ્તવ્યસ્ત થતા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.રસ્તાઓ પર પાણી ફરી વળતાં રાહદારીઓ, શાળાએ જતા માસૂમ બાળકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને ધક્કા મારવાની નોબત આવી હતી. સ્થાનિક રહીશો અને વેપારીઓમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ અને રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande