ભારે વરસાદનો કહેર બેડાકંપનીથી થવા આશ્રમ માર્ગ બંધ, મંડાળા-ગારદા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા
- નેત્રંગમાં પૂર જેવી સ્થિતિ કમર સુધી પાણી, વાહનવ્યવહાર ઠપ નેત્રંગ પોલીસ સજ્જ ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નેત્રંગ તાલુકાના બેડા કંપનીથી થવા આશ્રમ જત
ભારે વરસાદનો કહેર બેડાકંપનીથી થવા આશ્રમ માર્ગ બંધ, મંડાળા-ગારદા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા

ભારે વરસાદનો કહેર બેડાકંપનીથી થવા આશ્રમ માર્ગ બંધ, મંડાળા-ગારદા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા

ભારે વરસાદનો કહેર બેડાકંપનીથી થવા આશ્રમ માર્ગ બંધ, મંડાળા-ગારદા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા

ભારે વરસાદનો કહેર બેડાકંપનીથી થવા આશ્રમ માર્ગ બંધ, મંડાળા-ગારદા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા

ભારે વરસાદનો કહેર બેડાકંપનીથી થવા આશ્રમ માર્ગ બંધ, મંડાળા-ગારદા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા

- નેત્રંગમાં પૂર જેવી સ્થિતિ કમર સુધી પાણી, વાહનવ્યવહાર ઠપ નેત્રંગ પોલીસ સજ્જ

ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નેત્રંગ તાલુકાના બેડા કંપનીથી થવા આશ્રમ જતાં મુખ્ય માર્ગ પર કમર સમા પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તો પાણીમાં ગરકાવ થતાં સ્થાનિકો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પૂરની સ્થિતિને કારણે મંડાળા, ખાબજી, ખામ, ગારદા સહિત અનેક ગામોનો સંપર્ક મુખ્ય મથક સાથે તૂટી ગયો છે. માર્ગો બંધ થઈ જતાં રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે. માર્ગ પર પાણી ફરી વળતાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ ગ્રામજનોને અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેત્રંગ ખાતે નેત્રંગ પીઆઇ વી એસ વણઝારા સહિત તેમની ટીમને થવા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી માટે ટીમ સતત સતર્ક છે અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદી-નાળાઓ અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર ન થવા લોકોને અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા તેમજ કોઈપણ ઇમરજન્સી સર્જાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ યથાવત રહેતાં આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂરિયાત મુજબ વધુ બચાવ દળોને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande