
ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) મુસાફરોની સુવિધા તથા સંચાલન સંબંધિત જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ રેલખંડો પર દોડતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારો હેઠળ કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે, કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે તેમજ કેટલીક ટ્રેનોને પરિવર્તિત માર્ગ પરથી દોડાવવામાં આવશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર ફેરફારની વિગતો નીચે મુજબ છે—
સંપૂર્ણપણે રદ રહેનારી ટ્રેનો
1. તા. 23.07.2026ની ટ્રેન નં. 12971 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ.
2. તા. 23.07.2026ની ટ્રેન નં. 22990 મહુવા–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ.
3. તા. 23.07.2026ની ટ્રેન નં. 12972 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ.
4. તા. 23.07.2026ની ટ્રેન નં. 20910 પોરબંદર–તિરુવનંતપુરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ.
5. તા. 23.07.2026ની ટ્રેન નં. 09208 ભાવનગર ટર્મિનસ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન.
6. તા. 24.07.2026ની ટ્રેન નં. 09207 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન.
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો
1. તા. 24.07.2026ની ટ્રેન નં. 19015 દાદર–પોરબંદર એક્સપ્રેસ તેના નિર્ધારિત પ્રારંભિક સ્ટેશન દાદરના બદલે સુરત સ્ટેશન પરથી પ્રસ્થાન કરશે.
2. તા. 23.07.2026ની ટ્રેન નં. 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ થશે. પરિણામે આ ટ્રેન અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
પરિવર્તિત માર્ગથી સંચાલિત ટ્રેનો
1. તા. 23.07.2026ની ટ્રેન નં. 16333 વેરાવળ–તિરુવનંતપુરમ એક્સપ્રેસ સુરત–જળગાંવ–ઇગતપુરી–પનવેલ–રોહા માર્ગે દોડાવવામાં આવશે.
2. તા. 23.07.2026ની ટ્રેન નં. 11088 પુણે–વેરાવળ એક્સપ્રેસ જળગાંવ–પાલડી–ઉધના–સુરત માર્ગે દોડાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી શરૂ કરતાં પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ NTES, રેલવે પૂછપરછ સેવા 139, અથવા IRCTC/ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ અને મોબાઇલ એપ પર અવશ્ય તપાસી લે.
પશ્ચિમ રેલવે મુસાફરોને થતી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે તથા તેમના સહકારની અપેક્ષા રાખે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ