ભરૂચ જીલ્લાના ઝઘડીયાનો ધોલી ડેમ 100 % ભરાતાં ઓવરફ્લો
હેઠવાસના 14 ગામોને એલર્ટ જાહેર કરી સાબદા કરાયા હાલની વર્તમાન સપાટી 136.10 મીટર છે ડેમમાંથી પાણીની જાવક 478 ક્યુસેક મધુમતી નદીના પટમાં છે ધોલી ડેમમાંથી 10 સે.મી.થી ઓવરફ્લો શરૂ થઈ ચૂક્યો છે ભરૂચ 23 જુલાઈ (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવે
ભરૂચ જીલ્લાના ઝઘડીયાનો ધોલી ડેમ 100 % ભરાતાં ઓવરફ્લો


ભરૂચ જીલ્લાના ઝઘડીયાનો ધોલી ડેમ 100 % ભરાતાં ઓવરફ્લો


ભરૂચ જીલ્લાના ઝઘડીયાનો ધોલી ડેમ 100 % ભરાતાં ઓવરફ્લો


હેઠવાસના 14 ગામોને એલર્ટ જાહેર કરી સાબદા કરાયા

હાલની વર્તમાન સપાટી 136.10 મીટર છે ડેમમાંથી પાણીની જાવક 478 ક્યુસેક મધુમતી નદીના પટમાં છે

ધોલી ડેમમાંથી 10 સે.મી.થી ઓવરફ્લો શરૂ થઈ ચૂક્યો છે

ભરૂચ 23 જુલાઈ (હિ.સ.)

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલો ધોલી ડેમ ઉપરવાસમાં ભારે આવકના કારણે 100% ભરાઈ ગયો છે અને જળાશયમાં 10 સે.મી.થી ઓવરફ્લો શરૂ થઈ ચૂક્યો છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા હેઠવાસના 14 ગામોના લોકોને નદીના પટમાં ન જવા તથા સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

ધોલી ડેમની વર્તમાન સ્થિતિ

પૂર્ણ જળાશય સપાટી 136.00 મીટર,

હાલની વર્તમાન સપાટી 136.10 મીટર,

પાણીની જાવક 478 ક્યુસેક મધુમતી નદીના પટમાં.

આ 14 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

ઝઘડીયા તાલુકાના હેઠવાસમાં આવેલા ધોલી, રઝલવાડા, બીલવાડા, કાંટોલ, મોટાસોરવા, કપાટ, તેજપુર, હરીપુરા, રાજપારડી, સારસા, વણાકપોર, જરસાડ અને રાજપુરા સહિતના ગામોના તંત્ર અને ગ્રામજનોને એલર્ટ રહેવા જણાવાયું છે.

વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ધોલી સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સ્ટેટ વોટર ડેટા સેન્ટર, ભરૂચ કલેક્ટર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ઝઘડીયા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને આ અંગેની લેખિત જાણ કરી દેવામાં આવી છે. નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને નદીના પટમાં કે આજુબાજુ અવરજવર ન કરવા તેમજ સલામત સ્થળે રહેવા તાકીદ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande