પાટણમાં 80 હજાર મિલકતોનો ડોર-ટુ-ડોર સર્વે, કોર્પોરેશન બનવાની તૈયારી તેજ
પાટણ, 23 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરને વર્ષ 2027ના અંત સુધીમાં કોર્પોરેશન બનાવવાના લક્ષ્ય સાથે નગરપાલિકાએ કામગીરી તેજ કરી છે. જીઓલોજીકલ અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વે પૂર્ણ થયા બાદ હવે શહેરની આશરે 80 હજાર મિલકતોનો ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાશે. આ
પાટણમાં 80 હજાર મિલકતોનો ડોર-ટુ-ડોર સર્વે, કોર્પોરેશન બનવાની તૈયારી તેજ


પાટણ, 23 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરને વર્ષ 2027ના અંત સુધીમાં કોર્પોરેશન બનાવવાના લક્ષ્ય સાથે નગરપાલિકાએ કામગીરી તેજ કરી છે. જીઓલોજીકલ અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન સર્વે પૂર્ણ થયા બાદ હવે શહેરની આશરે 80 હજાર મિલકતોનો ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાશે.

આ કામગીરી માટે તૈયાર કરાયેલા ખાસ પોર્ટલનું પ્રેઝન્ટેશન એજન્સીના અધિકારી રાહુલ પંચાલે નગરપાલિકામાં રજૂ કર્યું હતું. પોર્ટલ શહેરના વિકાસ, મહેસૂલી આવકમાં વધારો અને પારદર્શિતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

પોર્ટલમાં રોડ નેટવર્ક, બિલ્ડિંગ, પાર્ક અને ગેરકાયદે દબાણ સહિતનો ડેટા ઉપલબ્ધ રહેશે. સરકારી અધિકારીઓને સંપૂર્ણ એક્સેસ મળશે, જ્યારે સામાન્ય નાગરિકોને મર્યાદિત માહિતી જોવાની સુવિધા મળશે.

હાલ નગરપાલિકાના રેકોર્ડમાં માત્ર 50 હજાર મિલકતો નોંધાયેલી છે, જ્યારે શહેરમાં વાસ્તવિક સંખ્યા આશરે 80 હજાર હોવાનું અનુમાન છે. અનેક મિલકતો હજુ નોંધણી અને ટેક્સના દાયરાથી બહાર છે.

ડોર-ટુ-ડોર સર્વે દરમિયાન મિલકતની વિગતો ઉપરાંત B.U. પરમિશન, ફાયર NOC, પાણી, ગટર અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓની પણ ચકાસણી કરવામાં આવશે.

સર્વેમાં બિનઅધિકૃત બાંધકામ અને છુપાયેલી મિલકતો સામે આવશે. ત્યારબાદ ઈમ્પેક્ટ ફી દ્વારા તેને નિયમિત કરવામાં આવશે, જેના કારણે નગરપાલિકાની આવકમાં વધારો થશે અને શહેરના વિકાસને વધુ ગતિ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande