મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળિયેરના ભાવ રૂ. 3,200 પ્રતિ મણ પહોંચતા ખેડૂતોમાં ખુશી
ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નાળિયેરના બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં નાળિયેરનો ભાવ પ્રતિ મણ રૂ. 3,200 સુધી નોંધાયો હતો, જેના કારણે નાળિયેરનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં
નારિયેળ


ભાવનગર, 23 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નાળિયેરના બજારમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. યાર્ડમાં નાળિયેરનો ભાવ પ્રતિ મણ રૂ. 3,200 સુધી નોંધાયો હતો, જેના કારણે નાળિયેરનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આજે યાર્ડમાં કુલ 13,377 નંગ નાળિયેરનું વેચાણ થયું હતું અને વેપારીઓ દ્વારા ગુણવત્તાયુક્ત માલની સારી માંગ જોવા મળી હતી.

મહુવા વિસ્તાર નાળિયેરના ઉત્પાદન માટે રાજ્યભરમાં આગવી ઓળખ ધરાવે છે. અહીંના ખેડૂતો મોટા પ્રમાણમાં નાળિયેરની ખેતી કરે છે અને પોતાના પાકના વેચાણ માટે મહુવા માર્કેટિંગ યાર્ડ પર નિર્ભર રહે છે. આજે મળેલા સારા ભાવને કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી બજારમાં માંગમાં વધારો થતાં નાળિયેરના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. ગુણવત્તાયુક્ત નાળિયેર લાવનારા ખેડૂતોને વધુ સારા ભાવ મળતા અન્ય ખેડૂતોમાં પણ ગુણવત્તાયુક્ત ઉત્પાદન તરફ પ્રેરણા મળી રહી છે.

યાર્ડમાં આજે વેપારીઓ અને ખેડૂતોની સારી અવરજવર જોવા મળી હતી. હરાજીની પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ હતી અને ખેડૂતોને સમયસર વેચાણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સારા ભાવ અને સંતોષકારક વેચાણને કારણે ખેડૂતોમાં આગામી દિવસોમાં પણ બજારમાં સકારાત્મક સ્થિતિ જળવાઈ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં નાળિયેરના સારા ભાવથી સમગ્ર પંથકના નાળિયેર ઉત્પાદક ખેડૂતોમાં આનંદ અને આશાવાદનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande