સુરતમાં પૂરની પરિસ્થિતિને પગલે છોટાઉદેપુરથી ખાસ રેસ્ક્યુ ટીમ અદ્યતન સાધનો સાથે રવાના
છોટાઉદેપુર , 23 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, ત્યાં રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવાના આશયથી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ફાયર સ્ટેશન ખાતેથી એક વિશેષ રેસ્ક્યુ ટીમ તમામ જરૂ
છોટાઉદેપુર ફાયર ની ટીમ


છોટાઉદેપુર ફાયર ની ટીમ


છોટાઉદેપુર ફાયર ની ટીમ


છોટાઉદેપુર , 23 જુલાઈ (હિ.સ.) સુરત શહેરમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, ત્યાં રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવાના આશયથી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ફાયર સ્ટેશન ખાતેથી એક વિશેષ રેસ્ક્યુ ટીમ તમામ જરૂરી સાધન-સામગ્રી સાથે સુરત ખાતે રવાના કરવામાં આવી છે.

છોટાઉદેપુર સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગોહિલે વિગતો આપતા જણાવ્યુ કે, રીઝનલ ફાયર ઓફિસર (RFO), સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ, વડોદરા તરફથી મળેલી સૂચના અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આપાતકાલીન બચાવ કામગીરી માટે ટીમને તાત્કાલિક સુરત ફાળવવામાં આવી છે.

વધુમા તેમણે જણાવ્યુ કે, રવાના કરાયેલ ફાયર ટીમમાં મનોજકુમાર ડીંડોર – લીડીંગ ફાયરમેન, રાજુભાઈ રાઠવા – ડ્રાઈવર-કમ-પંપ ઓપરેટર, જયેશકુમાર ખપેડ – ફાયરમેન-કમ-ડ્રાઈવર, હિતેન્દ્રકુમાર લીમચિયા – ફાયરમેન-કમ-ડ્રાઈવર સાથે વાહન અને અદ્યતન બચાવ સાધનોમાં રેસ્ક્યુ વાહન ટ્રોલી સાથેનું વાહન, બોટ OBM મશીન અને પેટ્રોલ ટેન્ક સાથેની ઓરેન્જ ફાઈબર બોટ, લાઈફ જેકેટ ૦૫ નંગ, લાઈફ રિંગ ૦૫ નંગ, નાયલોન રોપ (દોરડાં) ૩૦ મીટરના ૨ નંગ, ટોર્ચ ૦૨ નંગ, બિલાડી એંકર/ગ્રાપલિંગ હૂક ૦૧ નંગ અને હલેસા ૦૨ નંગ સામેલ છે.

છોટાઉદેપુરથી રવાના થયેલી બચાવ ટીમ સુરતમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના સલામત સ્થળાંતર અને પૂર રાહત કામગીરીમાં સક્રિયપણે જોડાઈને સેવાઓ આપશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande