મહેસાણામાં સર્વરોગ આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ખાતે પંડિત દીનદયાળ સરકારી વસાહતમાં આયુષ નિયામક કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ કચેરીના માર્ગદર્શન હેઠળ સર્વરોગ આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં નાગરિકોને આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું ન
મહેસાણામાં સર્વરોગ આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો


મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ખાતે પંડિત દીનદયાળ સરકારી વસાહતમાં આયુષ નિયામક કચેરી, ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ કચેરીના માર્ગદર્શન હેઠળ સર્વરોગ આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં નાગરિકોને આયુર્વેદ પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું નિદાન, આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

કેમ્પ દરમિયાન આયુષ તબીબોએ દર્દીઓની આરોગ્ય તપાસ કરી તેમની તકલીફ મુજબ જરૂરી સલાહ અને આયુર્વેદિક દવાઓ આપી હતી. ઉપરાંત, સંતુલિત આહાર, યોગ, દૈનિક જીવનશૈલીમાં આરોગ્યપ્રદ આદતો અપનાવવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કેમ્પનો મુખ્ય હેતુ નાગરિકોમાં આયુષ સારવાર પદ્ધતિ અંગે જાગૃતિ લાવવાનો અને સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો.

આગામી સમયમાં પણ જિલ્લામાં આવા આરોગ્યલક્ષી કેમ્પો યોજીને વધુમાં વધુ લોકોને આયુષ આધારિત આરોગ્ય સેવાઓનો લાભ પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande