સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને અનુલક્ષી જંતુનાશક દવાઓનો છંટકાવ કરાયો
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખી નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા માટે આગમચેતીના ભાગરૂપે વિવિધ સફાઈલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન હાથ ધરી નગરપાલિકા વિસ્
સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી કામગીરી


ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખી નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા માટે આગમચેતીના ભાગરૂપે વિવિધ સફાઈલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન હાથ ધરી નગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તાઓ, રહેણાંક વિસ્તારો, ગટર, ખૂલ્લા પ્લોટ તથા અન્ય સંવેદનશીલ સ્થળોની વિશેષ સફાઈ કરવામાં આવી તેમજ મચ્છર તથા અન્ય જીવાતોના ઉપદ્રવને નિયંત્રિત કરવા જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

નગરપાલિકા દ્વારા આરોગ્ય કર્મચારીઓના સહયોગથી નાગરિકોમાં ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. ઘરે-ઘરે જઈ સ્વચ્છતા જાળવવા, બાળકોને સુરક્ષિત રાખવા તથા તાવ, આંચકી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.

સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન સાધી સતત સર્વેલન્સ, સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ તેમજ જરૂરી આરોગ્યલક્ષી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

ઘર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, ખાલી વાસણો અથવા તો ટાયર વગેરે વસ્તુઓમાં પાણીનો ભરાવો ન થાય તે નિશ્ચિત કરવા અને બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande