ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) સમગ્ર રાજ્યભરમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરુચ અને નર્મદા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે તા. ૨૪ જુલાઈ થી તા. ૩૦ જુલા
ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા


ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) સમગ્ર રાજ્યભરમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત મોટાભાગના સ્થળોએ વરસાદ પડ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરુચ અને નર્મદા જિલ્લાઓમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે તા. ૨૪ જુલાઈ થી તા. ૩૦ જુલાઈ સુધી ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ અનુસાર ગઈકાલે ઉત્તર મધ્યપ્રદેશના મધ્ય ભાગો પર સરેરાશ દરિયાઈ સપાટીથી ૭.૬ કિ.મી સુધી વિસ્તરેલું ઉપલા હવાનું ચક્રવાત પરિભ્રમણ પૂર્વ-પશ્ચિમ શિયર ઝોનમાં ભળી ગયું છે.

જેથી આગામી સાત દિવસ સુધી ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને ૩૦ થી ૪૦ કિ.મી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવી મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદ, મેઘગર્જના અને પવનની ગતિને અનુલક્ષીને ઝાડ નીચે આશ્રય ન લેવા, વીજળીનું સંચાલન કરતી વસ્તુઓથી દૂર રહેવા, ઘરની અંદર બારી અને દરવાજા બંધ રાખવા તેમજ પરિસ્થિતિની જાણકારી માટે હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande