
ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) આજરોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે થી આજ રોજ વેરાવળ ખારવા સમાજના 15 યુવાનો દ્વારા વેરાવળ થી બગદાણા ભગુડા ઝાંઝરીયા હનુમાન ઉચાકોતરા સહિતના તમામ ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ખારવા સમાજના 15 યુવાનોને આજે રાત્રિના સમયે વેરાવળ સમસ્તા ખારવા સમાજની વંડી ખાતેથી સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા 15 યુવાનોને ફૂલ હાર પહેરાવી અને મોઢું મીઠું કર્યું અને યાત્રાનું શુભ પ્રારંભ કરવામાં આવેલ આ અવસર વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, મંત્રી નારણભાઇ બાંડીયા, વેરાવળ બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટીયા, મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, આ ઉપરાંત ખારવા સમાજના અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહીને યાત્રીઓ નો પ્રારંભ કરાવેલ હતો અને દરેક યાત્રાળુનેશુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ