
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તાલાળા સુત્રાપાડા કોડીનાર ઉના વેરાવળ અને ગીર ગઢડામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લો દરિયાઈ પટ્ટી વિસ્તારમાં આવેલો હોય ત્યારે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ખેડૂતોએ વાવેલ મગફળી સોયાબીન કપાસ જેવા પાકોને પણ વરસાદની જરૂરિયાત હોય ત્યારે આજે વહેલી સવારથી કાળા વાદળો વચ્ચે વરસાદ વેરાવળ સુત્રાપાડા કોડીનાર ઉના તાલાળા જિલ્લાના તાલુકા માવરસી રહ્યો છે.
પરંતુ આખૂ વર્ષ પીવાના પાણી અને સિંચાઈ માટે હજુયે વરસાદની તાતી જરૂર છે આજે વહેલી સવારથી મેઘરાજા વરસવાના મૂળમાં હોય ત્યારે જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ જગતના તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે અને અને ખેડૂતોને મુલાતને જીવનદાન મળી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ