વેરાવળ ખાતે વિદ્યાર્થીના જીવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : વેરાવળની ફિશરીઝ કોલેજ, કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી જીવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા યોજાયો હતો. આ સેમિનારમાં પ
વિદ્યાર્થી જીવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર એક જાગૃતિ કાર્યક્રમ


ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) : વેરાવળની ફિશરીઝ કોલેજ, કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થી જીવનમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ વિષય પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા યોજાયો હતો.

આ સેમિનારમાં પ્રજાપતિ બ્રહ્મા કુમારીઝ ઇશ્વરી વિશ્વ વિદ્યાલયના ઉજ્વાલાદીદી, તેજલદીદી, રેખાદીદી અને વિશ્વાદીદીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો, અભ્યાસમાં એકાગ્રતા કેવી રીતે વધારવી અને સુખી જીવન જીવવા માટેની ચાવીઓ વિશે જ્ઞાનસભર વાતો કરી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. આર.વી. બોરીચાંગર સાહેબે વિદ્યાર્થીઓના હિતમાં આવા કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું.

કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન પ્લેસમેન્ટ સેલના પ્રાધ્યાપક અને વડા ડૉ. કે.વી. ટાંક દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande