ભારે વરસાદથી રેલવે સેવાઓ ખોરવાઈ, વડોદરા સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ
વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના પારડી અને ઉદવાડા વચ્ચે, રેલવે ટ્રેક ધોવાઈ જતાં અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. મુસાફરોને મદદરૂપ થવા માટે વડોદરા રેલવે સ્ટેશન
મુસાફરો


વડોદરા રેલવે સ્ટેશન


વડોદરા રેલવે સ્ટેશન


વડોદરા રેલવે સ્ટેશન


વડોદરા , 23 જુલાઈ (હિ.સ.) દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના પારડી અને ઉદવાડા વચ્ચે, રેલવે ટ્રેક ધોવાઈ જતાં અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. મુસાફરોને મદદરૂપ થવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર ખાસ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પારડી–ઉદવાડા વચ્ચેનો રેલવે ટ્રેક ધોવાઈ ગયો, જેના કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવાઓ પર સીધી અસર પડી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 8 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 1 ટ્રેન રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મુસાફરોને યોગ્ય અને સમયસર માહિતી મળી રહે તે માટે વડોદરા રેલવે સ્ટેશન પર વિશેષ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. રેલવે તંત્રએ મુસાફરોને ટ્રેનની હાલની સ્થિતિ, રૂટમાં ફેરફાર અથવા અન્ય માહિતી માટે હેલ્પ ડેસ્કનો સંપર્ક કરવાની અપીલ કરી છે.

બીજી તરફ, પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેકના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રેન સેવાઓને શક્ય તેટલી વહેલી તકે ફરી સામાન્ય બનાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે.

મુસાફરોને પણ ટ્રેનમાં મુસાફરી કરતા પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિની માહિતી મેળવીને જ પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande