જંબુસર કાવી ગામના ધ્રુવ પટેલે અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી
- તાલીમ પૂર્ણ કરી વતન આવતા ગામમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન ધ્રુવ પટેલે ભારતીય સેનાની અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતાં સમગ્ર ગામમાં ખુશી અને ગૌરવનો માહોલ સર્જાયો છે
જંબુસર કાવી ગામના ધ્રુવ પટેલે અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી


જંબુસર કાવી ગામના ધ્રુવ પટેલે અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી


જંબુસર કાવી ગામના ધ્રુવ પટેલે અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી


- તાલીમ પૂર્ણ કરી વતન આવતા ગામમાં ભવ્ય સન્માન સમારોહ યોજાયો

ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન ધ્રુવ પટેલે ભારતીય સેનાની અગ્નિવીર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત ફરતાં સમગ્ર ગામમાં ખુશી અને ગૌરવનો માહોલ સર્જાયો છે. દેશસેવા માટે તેમની લેહ-લદ્દાખ ખાતે પોસ્ટિંગ થતા ગ્રામજનોમાં દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો.

જંબુસર તાલુકાના કાવી ગામ ખાતે ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા અગ્નિવિર ધ્રુવ પટેલનો એક વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધ્રુવ પટેલનું સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધ્રુવ પટેલનું ભવ્ય સન્માન જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા, તેમજ કાવી ગામ અને આસપાસના વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ એકસૂરે ધ્રુવ પટેલને તેમના ઉજ્જવળ ભવિષ્ય, શ્રેષ્ઠ કારકિર્દી અને દેશસેવામાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરવા માટે હૃદયપૂર્વકની શ્રદ્ધા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande