મહેસાણામાં રૂ.10 કરોડના ખર્ચે ITIના નવા ભવનનું ખાતમુહૂર્ત, 1200થી વધુ તાલીમાર્થીઓને મળશે આધુનિક સુવિધા
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ખાતે ગુરુવારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે ₹10 કરોડના ખર્ચે તૈયાર થના
મહેસાણામાં ₹10 કરોડના ખર્ચે ITIના નવા ભવનનું ખાતમુહૂર્ત, 1200થી વધુ તાલીમાર્થીઓને મળશે આધુનિક સુવિધા


મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા ખાતે ગુરુવારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)ના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજે ₹10 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં 14 આધુનિક થિયરી રૂમ અને 7 અદ્યતન વર્કશોપનું નિર્માણ થશે, જેના કારણે 1200થી વધુ તાલીમાર્થીઓને એકસાથે આધુનિક તાલીમ મળી શકશે.

મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, 'સ્કિલ ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ આપવા પ્રતિબદ્ધ છે. તેમણે 'નમો કૌશલ્ય લક્ષ્મી યોજના' હેઠળ બહેનોના ITI પ્રવેશ માટે ₹40 કરોડની જોગવાઈ તેમજ તાલીમાર્થીઓ માટે યુનિફોર્મ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાહન ભથ્થા જેવી યોજનાઓની માહિતી આપી.

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ITIના માધ્યમથી યુવાનોને રોજગારીલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે અને નવી માંગને ધ્યાનમાં રાખીને કૌશલ્યવર્ધક કોર્સ શરૂ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન મંત્રીઓએ સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મેયર સોનલબેન ઓઝા, જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિ સહિત વિવિધ અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande