પી.જી.વી.સી.એલ.,જૂનાગઢ દ્રારા ખેતીની જમીનમાં વીજ જોડાણ તથા સોલર પમ્પના ઉપયોગ અંગે સ્પષ્ટતા
- વીજ જોડાણ અને પી.એમ. કુસુમ-બી યોજના હેઠળ સોલર પમ્પના ઉપયોગ અંગે માર્ગદર્શક માહિતી. જુનાગઢ, 23 જુલાઈ (હિ.સ.) : સર્વોતમ સેવા થકી ગ્રાહકોને સંતોષ એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું સ્વપ્ન છે. જે અનુસાર વર્તુળ કચેરી – જૂનાગઢ ના માનવંતા ગ્રાહકોને
પી.જી.વી.સી.એલ.,જૂનાગઢ દ્રારા ખેતીની જમીનમાં વીજ જોડાણ તથા સોલર પમ્પના ઉપયોગ અંગે સ્પષ્ટતા


- વીજ જોડાણ અને પી.એમ. કુસુમ-બી યોજના હેઠળ સોલર પમ્પના ઉપયોગ અંગે માર્ગદર્શક માહિતી.

જુનાગઢ, 23 જુલાઈ (હિ.સ.) : સર્વોતમ સેવા થકી ગ્રાહકોને સંતોષ એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનું સ્વપ્ન છે. જે અનુસાર વર્તુળ કચેરી – જૂનાગઢ ના માનવંતા ગ્રાહકોને વીજ વિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય અને હરહમેશ સંતોષકાર સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીમાં વીજ જોડાણ માટે બિનખેતીના હોય અને વીજ કનેક્શન લેવા માટે ઉર્જા અને પેટ્રો કેમિકલ ના ઠરાવ મુજબ વાડી વિસ્તાર માં છૂટછવાયા ઘરોમાં રહેણાક હેતુ માટે, ગામતળ બહાર લઘુ ઓઘોગિક વિષયક હેતુ માટે, ખેતી વિષયક જમીનમાં આશ્રમશાળા આદર્શ નિવાસી શાળા, આદર્શ છાત્રાલય, પોલ્ટ્રીફાર્મ, તબેલા, ઝીંગા ફાર્મ, ગૌશાળા, તમાકુની ખળી, મોબાઇલ ટાવર, મિલ્ક ચિલિંગ પ્લાન્ટ, મેંગો રાઈપનિંગ,અનાજ દળવાની ઘંટી વગેરે કોમર્શિયલ હોય તેવી તમામ પ્રવુતિઓના વિજજોડાણ માટે નિયમ મુજબ જરૂરી આધાર પુરાવા રજૂ કરી વીજ કનેક્શન આપવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે.

પી.એમ.કુસુમ યોજના હેઠળ જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રીડ વિસ્તારમાં પિયત માટે / હયાત ડીઝલથી ચાલતા પમ્પ સેટને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ અલોન સોલર એગ્રિકલ્ચર પમ્પ સ્થાપિત કરવા માટે સહાય કરવામાં આવેલ છે. જેમાં યુનિવર્સલ સોલર પમ્પ કંટ્રોલરનો ઉપયોગ કરીને સોલર સિસ્ટમ ની પ્રસ્થાપિત ક્ષમતાનો શ્રેસ્ઠ ઉપયોગ કરી શકાય છે. જેના દ્વારા સોલર એનર્જિ નો ઘાસ ચારો કાપવા / ફોતરાં કાઢવા, ફ્લોર મિલ, કોલ્ડ સ્ટોરેજ, ડ્રાયર અને બેટરી ચાર્જ જેવી વગેરે પ્રવુતિઓ કરી શકાય છે. જેમાં કોઈપણ પ્રકારની દંડનીય જોગવાઈ નથી એમ પીજીવીસીએલ જુનાગઢ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande