ભુજમાં હોટલ કોમ્બિંગ દરમિયાન કરોડોના ડ્રગ્સ રેકેટ પર પ્રહાર: નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી રૂ. 19.30 લાખનું હેરોઇન, બે આંતરરાજ્ય આરોપી ઝડપાયા
કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) : ભુજમાં હોટલ કોમ્બિંગ દરમિયાન કરોડોના ડ્રગ્સ રેકેટ પર પ્રહાર: નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી રૂ. 19.30 લાખનું હેરોઇન, બે આંતરરાજ્ય આરોપી ઝડપાયા છે. ભુજ શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા હોટલ અને ધાબા કોમ્બિંગ અભિયાન દરમિયાન નશાના કાર
હોટલ કોમ્બિંગ ડ્રાઈવમાં ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ


હોટલ કોમ્બિંગ ડ્રાઈવમાં ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ


હોટલ કોમ્બિંગ ડ્રાઈવમાં ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) : ભુજમાં હોટલ કોમ્બિંગ દરમિયાન કરોડોના ડ્રગ્સ રેકેટ પર પ્રહાર: નીલકંઠ ગેસ્ટ હાઉસમાંથી રૂ. 19.30 લાખનું હેરોઇન, બે આંતરરાજ્ય આરોપી ઝડપાયા છે. ભુજ શહેરમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલા હોટલ અને ધાબા કોમ્બિંગ અભિયાન દરમિયાન નશાના કારોબાર સામે મોટી સફળતા મળી છે. જનતાઘર નજીક આવેલી નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા બે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ દરમિયાન પોલીસે રૂ. 19.30 લાખથી વધુ કિંમતનું 96.5 ગ્રામ હેરોઇન જપ્ત કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી આંતરરાજ્ય સ્તરે કાર્યરત માદક પદાર્થોના નેટવર્કનો વધુ એક મહત્વપૂર્ણ કડી ખુલ્લી પડી છે.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના અનુસાર સમગ્ર જિલ્લામાં હોટલ, ગેસ્ટ હાઉસ અને ધાબાઓમાં વિશેષ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભુજ શહેર એ અને બી ડિવિઝન પોલીસ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ની સંયુક્ત ટીમે નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા બે મુસાફરોની ચકાસણી કરતાં તેમની પાસે રહેલા હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના જોધપુર જિલ્લાના રામજસ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદારા (બિશ્નોઈ) અને પંજાબના ફિરોઝપુર જિલ્લાના હરપ્રીતસિંઘ બલવિન્દરસિંઘનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બંનેએ હેરોઇનનો જથ્થો પંજાબથી ટ્રેન મારફતે ગુજરાત લાવી અહીં નાના પ્રમાણમાં વેચાણ કરવાનો ઇરાદો હોવાનું સ્વીકાર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

તપાસ દરમિયાન હેરોઇન ઉપરાંત બે મોબાઇલ ફોન, રોકડ રકમ, રેલવે અને ટ્રાવેલ્સની ટિકિટો તેમજ ઓળખ સંબંધિત દસ્તાવેજો મળી કુલ રૂ. 19.40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પંજાબમાં એનડીપીએસના ગુનાઓમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. જેલ દરમિયાન બંને વચ્ચે ઓળખાણ થઈ હતી અને ત્યારબાદ ગુજરાતમાં નશીલા પદાર્થોનું જાળું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા તેમજ આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી બહાર લાવવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande