ઇન્સ્ટાગ્રામ પર છરી સાથે રીલ બનાવી દાદાગીરી દેખાડનાર યુવાન પોલીસના સકંજામાં, રાપર પોલીસે ઝડપી કાર્યવાહી કરી
કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરીને લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાવવાના પ્રયાસો સામે રાપર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર છરી સાથેના વીડિયો અપલોડ કરી દાદાગીરીનો માહોલ ઊભો કરનાર એક
છરી સાથે પકડાયેલ આરોપી


કચ્છ, 23 જુલાઈ (હિ.સ.) : પૂર્વ કચ્છમાં સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરીને લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાવવાના પ્રયાસો સામે રાપર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર છરી સાથેના વીડિયો અપલોડ કરી દાદાગીરીનો માહોલ ઊભો કરનાર એક યુવકને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર લોકશાંતિ ભંગ કરે અથવા હથિયારબંધીના નિયમોનું ઉલ્લંઘન કરે તેવી કોઈપણ હરકત સહન કરવામાં આવશે નહીં.

બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર રીતે હથિયારોનું પ્રદર્શન કરનારા અને લોકોમાં ભય ફેલાવનારા તત્વો સામે વિશેષ નજર રાખવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત રાપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મહત્વની માહિતી મળી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે narasi koli_001 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી એક વ્યક્તિએ કમરના ભાગે છરી રાખીને વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જાહેરમાં ભય અને દહેશતનું વાતાવરણ ઊભું કરે તેમજ અમલમાં રહેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરે તેવો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નરશી રણછોડભાઈ કોલી (પારકરા), ઉંમર 35 વર્ષ, હાલ દુધડેરી વિસ્તાર, રાપર અને મૂળ કાનપર ગામના રહેવાસીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી એક છરી કબજે કરવામાં આવી હતી અને તેની સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાપર પોલીસની આ ઝડપી કાર્યવાહીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે હથિયારોનું પ્રદર્શન કરવું કે ભયનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો છે. આવા કૃત્યો સામે પોલીસ સતત સતર્ક છે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande