


વડોદરા, 23 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના પાદરામાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પારદર્શિતા સાથે દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો.
પાદરા અને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલા અંદાજે ₹85 લાખથી વધુ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂનો મહુવડ ગામ નજીક કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો.
દારૂના જથ્થા પર રોલર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યવાહીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે સમગ્ર પ્રક્રિયાનું વિડિયોગ્રાફી પણ કરવામાં આવ્યું હતું.
દારૂના જથ્થાના નાશ બાદ પોલીસ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદે દારૂના વેપાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ