એક ક્લિક પર હવામાનની આગાહી અને આપત્તિ એલર્ટ: ડાઉનલોડ કરો મૌસમ અને સચેત એપ
ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.) : આપત્તિ સમયે સુરક્ષા અને હવામાનની સાચી માહિતી માટે ગાંધીનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી) તેમજ GSDMA (ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ) દ્વારા બે અત્યંત ઉપયોગી મોબાઇલ એ
એપ્લિકેશન


એપ્લિકેશન


ગાંધીનગર, 23 જુલાઈ (હિ.સ.) : આપત્તિ સમયે સુરક્ષા અને હવામાનની સાચી માહિતી માટે ગાંધીનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી) તેમજ GSDMA (ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ) દ્વારા બે અત્યંત ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન્સ – મૌસમ (MAUSAM) અને સચેત (SACHET) અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ભારત સરકારના ભારત હવામાન વિભાગ (IMD) દ્વારા તૈયાર કરવામાં આવેલી મૌસમ એપ દૈનિક હવામાનની સાચી માહિતી, વરસાદની આગાહી, તાપમાન, હવામાં ભેજનું પ્રમાણ, પવનની ગતિ (km/h), વાવાઝોડું કે અતિભારે વરસાદ અને સ્થાનિક લોકેશન આધારિત આપત્તિ પૂર્વ ચેતવણીઓ (Alerts) પૂરી પાડે છે. બીજી તરફ, સચેત એપ એ એક ઈમરજન્સી અર્લી વોર્નિંગ સિસ્ટમ છે, જે યુઝરના વર્તમાન સ્થાનના આધારે ચક્રવાત, ભારે વરસાદ, ભૂકંપ, પૂર, ગરમીની લહેર (Heatwave) અને વાવાઝોડું જેવી હોનારતો અંગે સમયસર એલર્ટ આપે છે, તેમજ નાગરિકોની સુરક્ષા માટે કટોકટીના સમયે ઉપયોગી માર્ગદર્શન અને તાકીદની સૂચનાઓ પૂરી પાડે છે.

આ બંને એપ્લિકેશન્સ Google Play Store અને Apple App Store પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે સહાય મેળવવા માટે તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર 1077 અને ગાંધીનગર જિલ્લા આપત્તિ કેન્દ્રનો હેલ્પલાઇન નંબર 079-23256720 જાહેર કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે,તેઓ સમયસર માહિતગાર બની જાગૃત રહો, સજાગ રહો, સુરક્ષિત રહોના સંદેશ સાથે આ એપ્સ ડાઉનલોડ કરી પોતાના પરિવાર અને સમાજને સુરક્ષિત રાખવામાં યોગદાન આપે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande