
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.)
મહેસાણા જિલ્લામાં ગુરુવારે વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ જિલ્લામાં સરેરાશ 24.8 મિ.મી. વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બહુચરાજી તાલુકામાં 181 મિ.મી. નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
વરસાદના આંકડા મુજબ કડી તાલુકામાં 34 મિ.મી., જોટાણા તાલુકામાં 17 મિ.મી., મહેસાણા તાલુકામાં 14 મિ.મી. અને વિસનગર તાલુકામાં 2 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વડનગર અને વિજાપુર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 180.5 મિ.મી. વરસાદ નોંધાયો છે. તાલુકાવાર કુલ વરસાદમાં કડી તાલુકો 560 મિ.મી. સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે બહુચરાજીમાં 256 મિ.મી., વિજાપુરમાં 230 મિ.મી., જોટાણામાં 182 મિ.મી., સતલાસણામાં 161 મિ.મી., મહેસાણામાં 117 મિ.મી., વિસનગરમાં 100 મિ.મી., ખેરાલુમાં 90 મિ.મી., ઊંઝામાં 67 મિ.મી. અને વડનગરમાં 42 મિ.મી. વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR