
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના તળેટી ગામે પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલના પ્રાકૃતિક મોડલ ફાર્મ ખાતે પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન અને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પોષણ વ્યવસ્થાપન અને સર્ટિફિકેશન પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટિંગ કન્સલ્ટન્ટ પૃથ્વીબેન ગોસ્વામીએ ગોપકા અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશનની પ્રક્રિયા અને તેના લાભોની માહિતી આપી હતી. વિસ્તરણ અધિકારી કનૈયાલાલ પરમાર, હિતેન્દ્રસિંહ મકવાણા અને ખેતી મદદનીશ સુહાગકુમાર વાગદોડાએ પ્રાકૃતિક કૃષિના પાંચેય આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો ખેડૂતો સાથે વહેંચ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રામસેવક રીતેશભાઈ ઠાકોર અને રીનાબેન સોલંકીએ સરકારની વિવિધ ખેતીવાડી યોજનાઓની માહિતી આપી હતી. ઉપરાંત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના દર્શનભાઈ પટેલ અને જાગૃતિબેન પટેલ તેમજ આત્મા પ્રોજેક્ટના જ્યોત્સનાબેન ચૌધરીએ પ્રાકૃતિક ખેતીના લાભો, જમીન સુધારણા, ખેતપેદાશોના વેચાણ વ્યવસ્થાપન અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં મોડલ ફાર્મ અને બીઆરસી યુનિટ માટે મળતી સહાય અંગે પણ માહિતી આપવામાં આવી
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR