કડી ITIમાં રૂ.1.58 કરોડના ખર્ચે નવી વર્કશોપ અને થિયરી રૂમનું લોકાર્પણ
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : કડીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ગુરુવારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ₹1.58 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3 નવીન વર્કશોપ અને 3 થિયરી રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું
કડી ITIમાં ₹1.58 કરોડના ખર્ચે નવી વર્કશોપ અને થિયરી રૂમનું લોકાર્પણ


મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) : કડીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ગુરુવારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ₹1.58 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3 નવીન વર્કશોપ અને 3 થિયરી રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવા માળખાથી તાલીમાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે કૌશલ્ય આધારિત તાલીમ મળી શકશે.

પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે, 'વિકસિત ભારત-2047' અને 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્યપૂર્ણ તાલીમ આપવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે ITIમાંથી તાલીમબદ્ધ થયેલા વિદ્યાર્થીઓને સ્થાનિક ઉદ્યોગોમાં રોજગારીની તકો સરળતાથી મળી રહે તે માટે ભરતીમેળા અને એપ્રેન્ટિસશિપ જેવી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ITIમાં નવા કોર્સ અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા માટે સતત કામગીરી કરી રહી છે. આગામી સમયમાં તાલીમાર્થીઓને વધુ આધુનિક સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ, કડી નગરપાલિકાના પ્રમુખ રાજેન્દ્રભાઈ ગજ્જર, તાલુકા પંચાયત પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, APMC ચેરમેન ગોવિંદભાઈ પટેલ સહિત વિવિધ આગેવાનો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande