મહેસાણા RTO દ્વારા રતનગઢ-લીંચ અનુપમ પ્રાથમિક શાળામાં રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન
મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા માર્ગ સુરક્ષા ઝુંબેશ અંતર્ગત 21 જુલાઈ, 2026ના રોજ રતનગઢ-લીંચ સ્થિત અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન RTOની ટીમે વ
મહેસાણા RTO દ્વારા રતનગઢ-લીંચ અનુપમ પ્રાથમિક શાળામાં રોડ સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન


મહેસાણા, 23 જુલાઈ (હિ.સ.) મહેસાણા પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) દ્વારા માર્ગ સુરક્ષા ઝુંબેશ અંતર્ગત 21 જુલાઈ, 2026ના રોજ રતનગઢ-લીંચ સ્થિત અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન RTOની ટીમે વિડિયોના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાના નિયમોની સરળ અને રસપ્રદ રીતે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલનું પાલન, રસ્તો સુરક્ષિત રીતે કેવી રીતે ઓળંગવો, ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ, હેલ્મેટ અને સીટબેલ્ટનું મહત્વ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જરૂરિયાત અંગે સમજાવવામાં આવ્યું હતું.

RTOના અધિકારીઓએ વિદ્યાર્થીઓને નાની ઉંમરથી જ માર્ગ સુરક્ષાની આદતો વિકસાવવાની અપીલ કરી હતી, જેથી ભવિષ્યમાં જવાબદાર નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રોડ સેફ્ટી સંબંધિત માહિતીને ધ્યાનપૂર્વક નિહાળી હતી.

મહેસાણા RTO દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લામાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રોડ સેફ્ટી અંગેના જાગૃતિ કાર્યક્રમો સતત યોજાઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande