ચોમાસામાં સુરક્ષિત માર્ગ વ્યવહાર માટે મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ
મહેસાણા , 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન માર્ગ વ્યવહાર સુરક્ષિત અને સુગમ રહે તે માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા રાજ્ય ધોરીમાર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગો પર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત મ
ચોમાસામાં સુરક્ષિત માર્ગ વ્યવહાર માટે મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ


મહેસાણા , 23 જુલાઈ (હિ.સ.) : મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન માર્ગ વ્યવહાર સુરક્ષિત અને સુગમ રહે તે માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા રાજ્ય ધોરીમાર્ગો અને મુખ્ય જિલ્લા માર્ગો પર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત માર્ગોની બંને બાજુ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાનું કટિંગ, નાળાઓ અને કલ્વર્ટની સફાઈ તેમજ માર્ગ સુરક્ષાને લગતા સાઇનબોર્ડ અને રોડ ફર્નિચરની ચકાસણી કરવામાં આવી છે.

વિભાગ દ્વારા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે માર્ગની બાજુના નાળા, ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર અને પાણીના પ્રવાહમાં અવરોધરૂપ કચરો તથા માટી દૂર કરવામાં આવી છે. ઉપરાંત જરૂરી સ્થળોએ ખાડાઓનું સમારકામ અને રોડ સાઇડ ડ્રેનેજની જાળવણી પણ હાથ ધરવામાં આવી છે.

વિભાગના જણાવ્યા મુજબ આ કામગીરીથી વરસાદી ઋતુમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે, વાહનચાલકોને સુરક્ષિત અને અવરોધમુક્ત મુસાફરીનો લાભ મળશે તેમજ માર્ગોના આયુષ્યમાં વધારો થશે.

માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન માર્ગોની સતત દેખરેખ રાખવામાં આવશે. ભારે વરસાદને કારણે જ્યાં પણ રસ્તાને નુકસાન થશે ત્યાં તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી માર્ગ વ્યવહાર ઝડપથી પૂર્વવત કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande