અરગામા વિલાયત રસ્તા પર અચાનક નીલગાય આવી પૂરપાટ ઝડપે જતી અર્ટીગા કાર સાથે ભયાનક ટક્કર
- નીલગાયનું સ્થળ પર જ મોત કારનો આગળથી ભૂક્કો બોલી ગયો. ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : રસ્તા પર અચાનક આવી ચડેલા અબોલ પશુઓને કારણે વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. અરગામા - વિલાયત રસ્તા પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક અર્ટીગા કાર સાથે નીલગાયની જોર
અરગામા વિલાયત રસ્તા પર અચાનક નીલગાય આવી પૂરપાટ ઝડપે જતી અર્ટીગા કાર સાથે ભયાનક ટક્કર


અરગામા વિલાયત રસ્તા પર અચાનક નીલગાય આવી પૂરપાટ ઝડપે જતી અર્ટીગા કાર સાથે ભયાનક ટક્કર


- નીલગાયનું સ્થળ પર જ મોત કારનો આગળથી ભૂક્કો બોલી ગયો.

ભરૂચ, 23 જુલાઈ (હિ.સ.) : રસ્તા પર અચાનક આવી ચડેલા અબોલ પશુઓને કારણે વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. અરગામા - વિલાયત રસ્તા પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક અર્ટીગા કાર સાથે નીલગાયની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નીલગાયનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે કારનો પણ આગળથી ભૂક્કો બોલી ગયો હતો.ટક્કર એટલી ભયાનક હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું છે.

રસ્તો ક્રોસ કરતી વખતે અચાનક નીલગાય કાર સામે આવી જતાં કાર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર અને નીલગાય વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે નીલગાયે ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતમાં અર્ટીગા કારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિક રહાંદારીઓ અને લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં ખાસ કરીને રાત્રિના સમયે અને વહેલી સવારે નીલગાયોની અવરજવર અને ત્રાસ ખૂબ જ વધારે રહે છે. અંધારામાં અચાનક જ રોડ પર આવી જતી નીલગાયોને કારણે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.

વારંવાર બનતી આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વાહન ચાલકોને આ વિસ્તાર અથવા રોડ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાત્રિ અને વહેલી સવારના સમયે સ્પીડ મર્યાદામાં રાખવી અને અચાનક સામે આવી જતા વન્યજીવોથી બચવા માટે જાગરૂકતા દાખવવી ખૂબ જરૂરી બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande