પાટણ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ સામે કડક કાર્યવાહી કરતાં 330 દિવસની સાદી કેદની સજા ફટકારી
પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ સતત ન ચૂકવનાર પતિ સામે કડક કાર્યવાહી કરતાં 330 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામની તારાબેન કાંતિભાઈ પરમાર અને તેમની સગીર પુત્રી કૃપાબેને અમદાવાદમાં રહેતા લલિતકુમ
પાટણ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ સામે કડક કાર્યવાહી કરતાં 330 દિવસની સાદી કેદની સજા ફટકારી


પાટણ, 23 જુલાઈ (હિ.સ.) : પાટણ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ સતત ન ચૂકવનાર પતિ સામે કડક કાર્યવાહી કરતાં 330 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામની તારાબેન કાંતિભાઈ પરમાર અને તેમની સગીર પુત્રી કૃપાબેને અમદાવાદમાં રહેતા લલિતકુમાર મગનભાઈ પરમાર સામે ભરણપોષણ માટે અરજી કરી હતી.

અગાઉ કોર્ટે પત્નીને દર મહિને ₹2,000, પુત્રીને ₹500 તથા અરજી ખર્ચના ₹1,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ 18 માર્ચ, 2025થી 19 ફેબ્રુઆરી, 2026 સુધીના 11 મહિનાનું કુલ ₹27,500 ભરણપોષણ ચૂકવાયું ન હોવાથી પત્નીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-144(3) હેઠળ વસૂલાત અરજી દાખલ કરી હતી.

નોટિસ અને રિકવરી વોરંટ છતાં પતિ કોર્ટમાં હાજર રહ્યા નહોતા અને રકમ પણ ચૂકવી નહોતા. અરજદાર પક્ષના વકીલ ચીનુભાઈ બ્રહ્મભટ્ટની રજૂઆત બાદ પ્રિન્સિપાલ જજ બી.એચ. સોમાણીએ પ્રતિ માસ 30 દિવસ મુજબ કુલ 330 દિવસની સાદી કેદની સજા ફટકારી અને પોલીસને આરોપીને અટકાયત કરી સીધા જેલ હવાલે કરવાનો આદેશ કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande