
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)રાણાવાવ પોલીસે જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતાં વાગડીયાવાસ જાહેર વિસ્તારમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી ત્રણ પુરુષ અને બે મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10,600ની રોકડ તેમજ ગંજીપત્તાના 52 પત્તા કબજે કર્યા છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં ગોરધન ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.22), સંજય કરશનભાઈ મકવાણા (ઉ.વ.31), સુનીલ ભીખુભાઈ વિરમગામા (ઉ.વ.30), રૂપલબેન રણજીતભાઈ કુંભારડા (ઉ.વ.25) અને સોનલબેન શામજીભાઈ જીંજુવાડિયા (ઉ.વ.26) નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ રાણાવાવના વાગડીયાવાસ વિસ્તારના રહેવાસી છે. આ કામગીરીમાં પીઆઈ બી. જી. ડાંગર, પીએસઆઈ આર. વી. મોરી, હેડ કોન્સ્ટેબલ બી. જે. દાસા, એ. કે. લુવા, કે. પી. ઝાલા તેમજ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ, જયમલ સામતભાઈ અને ભરત કાનાભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya