


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.)દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધનો પડઘો હવે પોરબંદર સુધી પહોંચ્યો છે. થોડા દિવસો અગાઉ પોરબંદરના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરીને પોતાના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી. ત્યારબાદ આજે ગુરુવારે પોરબંદરમાં આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરોએ ગોઢાણીયા કોલેજ નજીક વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ વિદ્યાર્થીઓની માંગણીઓને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી. વિરોધીઓએ વિદ્યાર્થીઓ સાથે ન્યાય થાય અને તેમની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી.પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya